એગ્રો ડીજી સાથી - માહિતી અને એપ્લિકેશન
કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કંપનીઓ સાથે કામ કરો
ડિજી સાથી (Digi Saathi) એ અમારા ગ્રામ્ય સ્તર થી જોડાયેલા પ્રતિનિધિઓ છે. એગ્રો ડીજી સાથી ખેતીવાડીના ક્ષેત્રમાં વિવિધ જૈવિક, રાસાયણિક, મશીનરીની કંપનીઓ અને MNCs જોડે કામ કરે છે. એગ્રો ડીજી સાથીઓ પાસે નીચે દર્શાવેલ અપેક્ષાઓ રહેશે:
-
આ ખેતીને લાગતા પ્રોડક્ટ્સનું ડાઇરેક્ટ વિતરણ અને સેલ્સ કરવાની તક છે.
-
ખેતીવાડી વિશે જાણવું જરૂરી છે
-
તમારા જ વિસ્તારમાં ખેડૂતો સાથે ફાર્મર મીટિંગ ગોઠવી, વિવિધ ટેકનોલોજી અને પ્રોડક્ટ વિશે માહિતી આપવી
-
આફ્ટર સેલ્સ સર્વિસ - પ્રોડક્ટના વિતરણ અને વેચાણ પછી ખેડૂત અને કંપની વચ્ચે ટચ પોઈન્ટ રહેવું અને ખેડૂતના કોઈ પણ સમસ્યાનું ઉકેલ કરવું
-
ખેડૂત સાથે પ્રોડક્ટનું રિજલ્ટ ટ્રેક કરવું, કંપનીને સતત જાણ કરવી
-
એગ્રો ડીજી સાથીને કોઈ પણ નાણાકીય રોકાણ કરવાનું રહેતું નથી
ડીજી સાથીએ મોબાઈલ ફોન અને બેઝિક ઈન્ટરનેટ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. મોટા ભાગની એગ્રો કંપનીઓ સાથે કમિશન પર્સેંટેજ ઉપર કામ કરવાનું થાય છે, ફિક્સડ પે હોતું નથી.
મહિને રૂપ્યા ૧૫,૦૦૦ થી ૪૦,૦૦૦ ની અંદાજિત આવક રહે છે.
એપ્લાઈ કર્યા પછી ઈમેલ પર કોન્ફર્મેશન અને માહિતી મેલ ચેક કરવું. એપ્લાઈ કર્યા પછી ૧ અઠવાડિયાની અંદર કોન્ટેક્ટ કરવામાં માં આવશે. ઇન્ટરવ્યૂ પછી સિલેક્ટેડ એગ્રો સાથીઓ ને ટ્રેનિંગ આપવામાં આવશે.
કોઇ પણ રજિસ્ટરેશન કે ટ્રેનિંગ ફીસ લેવામાં આવતી નથી,. ઇંડિયા એક્શન પ્રોજેક્ટ ના નામ થી જો કોઇ ફીસ ની માંગ કરે તો અમને તરત જાણ કરવી.